વર્ગ 4નાં કર્મચારીઓને દિવાળી ભેટ

ગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપીને સરકારે બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. તેમ નાણાં વિભાગની યાદીમાં જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને રૂા.7000ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના અંદાજે 22 હજાર કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.