માત્ર 5 દિવસમાં 400 કરોડનો આંકડો પાર

થલપતિ વિજયની એક્શન થ્રિલર ‘લિયો’એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશી બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ લિયોએ તેની રિલીઝના પાંચ દિવસમાં જ જોરદાર કમાણી કરી છે અને ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. વિજયની ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ ફિલ્મે માત્ર 5 દિવસમાં રૂ. 400 કરોડનો આંકડો સ્પર્શી લીધો છે.

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘લિયો’એ 5માં દિવસે લગભગ 35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે જ્યારે ચોથા દિવસે ફિલ્મે 41.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન હવે 216.40 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ ફિલ્મે પાંચ દિવસમાં જ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂ. 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ સાથે આ ફિલ્મ રજનીકાંતની ‘જેલર’ પછી વર્ષની બીજી સૌથી મોટી તમિલ ભાષાની ફિલ્મ બની ગઈ છે. હવે જોવાનું રહ્યું કે, આ ફિલ્મ ભવિષ્યમાં જેલરને પાછળ છોડી શકે છે કે નહીં..’જેલર’, ‘ગદર 2’, ‘પઠાણ’ અને ‘જવાન’ પછી ‘લિયો’ 2023ની પાંચમી સૌથી મોટી ભારતીય ફિલ્મ છે, અને વિજયની કારકિર્દી સૌથી મોટી ફિલ્મ છે.

ફિલ્મ ‘માસ્ટર’ની જોરદાર સફળતા બાદ વિજયે ફિલ્મ મેકર લોકેશ કનાગરાજ સાથે ‘લિયો’ સાથે બીજી વખત કમબેક કર્યું છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ ધૂમ મચાવી છે. ટિકિટ વિન્ડો પર ઘણી ફિલ્મોની તીવ્ર સ્પર્ધા હોવા છતાં, ‘લિયો’ દરેક ફિલ્મને થિયેટરોમાં પાછળ છોડી દેવામાં સફળ રહી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફિલ્મમાં થાલપતિ વિજય સિવાય સંજય દત્ત અને ત્રિશા કૃષ્ણને મહત્વની ભૂમિકાઓ ભજવી છે અને આજે દશેરાની રજાના અવસર પર ફિલ્મની કમાણી વધવાની આશા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આજે આ ફિલ્મ દેશમાં 250 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ શકે છે અને વૈશ્વિક સ્તરે તે 450 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકે છે.